Talod Nagar Palika Clerk Recruitment 2022: તલોદ નગરપાલિકા ની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધારા-ધોરણ અને શરતો અને તલોદ નગરપાલિકા ખાતે મંજુર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની બઢતી- ભરતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ – ૨૭૧ હેઠળ પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા મંજુર થયેલ ભરતી બઢતીના નિયમો ૨૦૨૨ને આધીન સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટના આધારે આપેલ જે તે સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ www.talodnp.org પરથી અરજીનો નમૂનો ડાઉનલોડ કરી રજીસ્ટર પોસ્ટ એડી મારફત અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ગુજરાત સમાચાર માં તા.15 સપ્ટેમ્બર 2022થી જાહેરાત આપી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે જાહેરાત મુજબ અરજી કરવાની છેલ્લી જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૧૫ દિવસ એટલે તારીખ 29 ઓક્ટોબર 2022 છે.
Talod Nagar Palika Clerk Recruitment 2022 Notification
Table of Contents
Talod Nagar Palika એ Clerk ની કુલ 08 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર ક્લિક કરો
Talod Nagar Palika Clerk Recruitment 2022 Overview
સંસ્થાનું નામ | Talod Nagar Palika |
જગ્યાનું નામ | કલાર્ક / ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર |
કુલ જગ્યા | 08 |
નોકરીનુ સ્થળ | તલોદ નગરપાલિકા (જી. સાબરકાંઠા) |
અરજી પ્રકાર | ઓફલાઈન |
અરજી સ્વીકારવાની તા. | 15/10/2022 |
અરજી કરવાની છેલ્લી તા | 29/10/2022 |
સત્તાવાર વેબસાઈટ | www.talodnp.org |
Talod Nagar Palika Clerk Recruitment 2022 Qualification
- જે ઉમેદવારો ક્લાર્ક ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે જગ્યાનું નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે માહિતી નીચે મુજબ ધ્યાને લેવા વિનંતી.
- જગ્યાનું નામ : કલાર્ક / ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર
- કુલ જગ્યા : 08
- કલાર્ક ભરતી શૈક્ષણિક લાયકાત : ઉમેદવાર ભારતની કોઇપણ યુનિવર્સીટી ખાતે થી કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ હોવો જરૂરી.
Talod Nagar Palika Clerk salary
- 19900-62300 (લેવલ 2) (૭માં પગાર ધોરણ અનુસાર).
Age Limit
વયમર્યાદા સરકારશ્રીના નીતિનિયમ મુજબની રહેશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. વયમર્યાદા તથા નિયત શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે.
વધું વાંચો : GPSC Assistant Engineer Post 2022 અને Account Officer Class 1 સહિત વિવિધ 306 જગ્યાઓ પર ભરતી
તલોદ નગર પાલિકા કલાર્ક ભરતીની અન્ય શરતો
- અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. અરજી સાથે જાતિ અંગેનું પ્રમાણપત્ર સામેલ ન હોય તેવી કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
- અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
- નિયામકશ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગર તા. ૦૩-૦૮-૨૦૦૪ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકા સ્પે.સી.એ.નં. ૫૭૪૬/૧૯૯૯ના હાઇકોર્ટના ચુકાદાને આધીન નગરપાલિકા ખાતે રોજમદાર તરીકે ફરજ બજાવેલ કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવામાં આવશે.
- અધુરી કે સમય મર્યાદાબાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહી.
- આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે તલોદ નગરપાલિકાને સંપૂર્ણ અબાધિત હક્ક / અધિકાર રહેશે. તલોદ નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
- અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યાઓ ઉપર અરજી કરે છે તો અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહી અને સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકેની શરતો લાગુ પડશે.
વધું વાંચો : GUJCOST Recruitment 2022 | Clerk Cum Typist ની જગ્યા માટે કરો અરજી
Application Fees
- ઉપરોક્ત સંવર્ગની કલાર્કની જગ્યા માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂ. 300/- ચીફ ઓફિસર તલોદ નગરપાલિકા તલોદના નામના ડીમાંડ ડ્રાફ્ટ કઢાવી મોકલવાનો રહેશે.
- અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા સામાજિક શૈક્ષણિક પછાતવર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહી
How to Apply Talod Nagar Palika Clerk Recruitment 2022
અરજીનો નમુનો તલોદ નગરપાલિકા કચેરી ખાતેથી રૂબરૂ અથવા www.talodnp.org વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાનો રહેશે. અરજદારે અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોસ નંગ 2, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ અને અન્ય જરૂરી માહિતી સાથે માત્ર રજીસ્ટર પોસ્ટ એડીથી નીચે આપેલ સરનામાં ઉપર મોકલવાનું રહેશે
Talod Nagar Palika Clerk Recruitment Application Form Download
તલોદ નગરપાલિકા કચેરી ખાતે કલાર્ક ની કુલ 08 જગ્યાઓ જાહેરાત પાડવમાં આવી છે તેના નિયત અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મ pdf સ્વરૂપે ડાઉનલોડ કરી ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત રજી. પોસ્ટ એડી મારફત જ સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
સરનામું
ચીફ ઓફિસર શ્રી,
તલોદ નગરપાલિકા,
મુ. પો. તા તલોદ
જી. સાબરકાંઠા
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Talod Nagar Palika Clerk Recruitment 2022 અરજી કરવાની તારીખ કઈ છે?
Talod Nagar Palika Clerkની જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં અરજી મોકલાની રહેશે (જાહેરાત: 15-10-2022 ગુજરાત સમાચાર)
Talod Nagar Palika Clerk Recruitment 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Talod Nagar Palika Clerk Recruitment 2022 અરજી કરવાની 29/10/2022 તારીખ કઈ છે?
તલોદ નગર પાલિકા દ્વારા કલાર્ક કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.?
તલોદ નગર પાલિકા દ્વારા કલાર્કની 08 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.