SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકા એ ધોરણ 10 પાસ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે જેમાં કઈ પોસ્ટ , કેટલી જગ્યા , કોણ અરજી કરી શકે , લાયકાત શું છે, પગાર ધોરણ, વયમર્યાદા કેટલી છે તેવી તમામ માહિતી આપણે આજના આ લેખ માં જાણીશું. દોસ્તો, તમને કે તમારી આસપાસ ના કોઈપણ વ્યક્તિને જોબની જરૂર છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલને અવશ્ય વાંચજો અને જેને નોકરીની ખુબ જરૂર એવા દરેક લોકો સુધી શેયર કરજો.
SMC Recruitment 2023 । Surat Municipal Corporation Recruitment 2023
ઓર્ગેનાઇઝેશનનું પૂરું નામ | સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ |
જોબનું સ્થળ | સુરત, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 18 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 18 જુલાઈ 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 24 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.suratmunicipal.gov.in/ |

મહત્વની તારીખ:-
આ ભરતી ની સૂચના 18 જુલાઈ 2023 ના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર વેબસાઈટ તથા અલગ અલગ સમાચારપાત્રોમાં બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં નોકરી મેળવવા માટે ઉમેદવારો એ કોઈપણ પ્રકારની અરજી કરવાની નથી તથા ઇન્ટરવ્યૂ આપવાની તારીખે ઇન્ટરવ્યુ આપવાના સ્થળ ઉપર રૂબરૂ હાજર થવાનું રહેશે.
Also Read: AIC Recruitment:
શેક્ષણિક તથા અન્ય લાયકાત :
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે ઓફિશિયલ સૂચના રીફર કરી લેવા વનંતી.
પગારધોરણ :
આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી થયા બાદ તમને 12,000 માસિક પગારધોરણ ચુકવવામાં આવશે. ઉમેદવાર ની પસંદગી 11 માસના કરાર આધરિત કરવામાં આવશે.
પદનું નામ:
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાણંદ એટલે કે બાર્બર ના પેડ ઉપર ભરતી કરવામાં આવી રહી છે.
Also Read: Patan Jilla Panchayat Recruitment 2023:
ખાલી જગ્યાઓ :
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં કુલ 6 જગ્યા ખાલી છે જેમાં 3 પુરુષ તથા 3 સ્ત્રી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
ઇન્ટરવ્યુનું સ્થળ:
સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવાર ને ઇન્ટરવ્યુ આપવાનું સ્થળ – સ્મીમેર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ઉમરવાડા છે અને ઇન્ટરવ્યૂ આપવાની તારીખ 24 જુલાઈ 2023 છે. ઇન્ટરવયૂ આપવાનો સમય સવારે 9:00 કલાક થી 11:00 કલાક છે.