fbpx

Jobs in Disaster Management: શું તમે 12 પાસ છો? આ ક્ષેત્રમાં અપ્લાય કરી બનાવો ઉજ્જવળ કારકિર્દી

Job in Disaster Management: આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકોએ ઓચિંતી અને કુદરતી આપત્તિમાં ફસાયેલા પીડિત લોકોને તાત્કાલિક બચાવવા, ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક મેડીકલ અને રાહત સેવાઓ પૂરી પાડવા, પીડિતો લોકોને સલામત જગ્યા સુધી લઈ જવા, ભોજન અને ખાદ્યપદાર્થોની વ્યવસ્થા કરવી અને પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરવું તેની તાત્કાલિક તાલીમ આપવી જેવી મહત્ત્વની કામગીરી કરવાની હોય છે.

What is a Disaster Management Job

Disaster Management Job: જ્યારે કુદરતી કે આકસ્મિક આફતો આવે છે ત્યારે તેમાં ઘણા લોકો પર મુશ્કેલી આવે છે. આવી પરિસ્થિતિમાં રાહત અને બચાવ સંબંધિત માનવ સેવા માટે ઝડપી ગતિએ કામ કરવા માટે હિંમતવાન અને ફરજ લક્ષી ઉમેદવારોની જરૂર હોય છે. આપણા દેશમાં આપત્તિ દરમિયાન પ્રશિક્ષિત લોકોની અછતને ધ્યાનમાં રાખીને, આ ક્ષેત્રમાં વ્યાવસાયિક લોકોની જરૂરિયાત જણાઇ રહે છે. હવે આ ક્ષેત્રમાં સ્નાતક (graduate), અનુસ્નાતક સ્તરે ઘણા અભ્યાસક્રમો અને કોર્ષ ઉપલબ્ધ છે. આ ક્ષેત્ર માનવ સેવા અને સાહસ માટે ઘણી તકો આપે છે. ધોરણ 12માં પછી જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) ક્ષેત્રમાં જઈ શકાય છે.

Also Read : GSBTM Recruitment 2022: 

Disaster Management Course Details

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોર્સ અને સર્ટિફિકેટ કોર્સમાં ગ્રેજ્યુએશન કરવા માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. આ કોર્ષમાં ડિપ્લોમા કે માસ્ટર્સ કરવા માટે B.Sc/B.Com /BA ની ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારો BA, MA, MSc, MBA, PhD, સંશોધન વગેરે જેવા અભ્યાસક્રમો કરી શકે છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઉમેદવારો ઇન્ટર્નશિપ કરી શકે છે અને તાલીમ વર્ગો લઈ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવા માટે, માનવ અધિકાર અથવા સમાજશાસ્ત્ર જેવા સંબંધિત વિષયોમાં 55% માર્ક્સ સાથે માસ્ટર્સ કોર્ષમાં પાસ થવું જરૂરી છે.

અભ્યાસક્રમો વિષે

  • M.Sc. Disaster Mitigation
  • Geohazards (MSc)
  • ફાયર એન્જિનિયરિંગ અને સેફ્ટી, અર્થકંપ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા/ડિગ્રી કોર્ષ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જરૂરી કૌશલ્યો અને શૈક્ષણિક લાયકાત
  • યાદ રાખો આ એક પડકારજનક ક્ષેત્ર છે. દરેક ક્ષણે જોખમ માટે તૈયાર રહેવું પડે છે. કેટલીક આવડત હોવી જોઈએ જેથી બચાવ કાર્ય દરમિયાન કોઈ જોખમ ન આવે જેથી તમે અન્ય લોકોની સાથે તમારી પણ કાળજી લઈ શકો.
  • જોખમી પરિસ્થિતિનો તરત જ સામનો કરવા જમ્પિંગ અને પર્વતારોહણ જેવી ટ્રીક જાણવી જોઈએ. યોગ્ય સમયે નિર્ણય લેવાની સારી ક્ષમતા હોવી જોઈએ, શારીરિક તેમજ માનસિક ક્ષમતા મજબૂત રાખવી જોઈએ. સમાજ સેવાની ભાવના સાથે લોકોને માનસિક બૂત બનાવવાની તાલીમ પણ આપવી જોઈએ.
Jobs in Disaster Management
Jobs in Disaster Management

Job in Disaster Management

સરકારી નોકરીઓ માટે પ્રયત્ન કરી રહેલા લોકો માટે આ ક્ષેત્રમાં ઘણી સારી તકો છે. જેમાં રિલીફ એજન્સી, રેસ્ક્યુ મેનેજમેન્ટ, ફ્લડ કંટ્રોલ મેનેજમેન્ટ, આર્મ્ડ ફોર્સીસ, લોકલ ઓથોરિટીઝ, યુનાઈટેડ નેશન, લો એન્ફોર્સમેન્ટ અને ઈમરજન્સી સેવાઓનો સમાવેશ થાય છે. પ્રાઇવેટ ક્ષેત્રમાં, તમે કોઈપણ એનજીઓ અથવા સુરક્ષા એજન્સી સાથે કામ કરી શકો છો.

Also Read : HDFC Bank Recruitment 2022

Disaster Management Institute in India

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હી

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU), નવી દિલ્હી

અર્થકંપ એન્જિનિયરિંગનું રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, IIT Kanpur

મદ્રાસ યુનિવર્સિટી, ચેન્નાઈનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર

આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા, ભોપાલ

ડિઝાસ્ટર મિટિગેશન ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પુણે

ભારતીય રિમોટ સેન્સિંગ સંસ્થા, દેહરાદૂન

Pay Scale in Disaster Management Job

જો આ જોખમી ક્ષેત્ર છે, તો પગાર ધોરણ પણ સારું છે. શરૂઆતમાં 20 થી 25 હજાર રૂપિયા મહિને પગાર સરળતાથી મળી શકે છે. ત્યારબાદ બે વર્ષ પછી 50 હજાર સુધી મળી શકે છે. Engineering ફીલ્ડમાંથી આવતા લોકોને ઘણી International Agancy ઓ દ્વારા હાયર કરવામાં આવે છે, તેમનું સેલરી પેકેજ 5 થી 6 વર્ષમાં વાર્ષિક 10 થી 12 લાખ સુધીનું હોઈ શકે છે.

1 thought on “Jobs in Disaster Management: શું તમે 12 પાસ છો? આ ક્ષેત્રમાં અપ્લાય કરી બનાવો ઉજ્જવળ કારકિર્દી”

Leave a Comment