fbpx

How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી

How to Apply Mudra Loan in SBI | Sbi e-Mudra Loan in Gujarati | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના | Mudra Loan Interest Rate | SBI e-Mudra Loan Eligibility | એસ.બી.આઈ. મુદ્રા લોન યોજના

શું તમે કોઈ બિઝનેસ ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? શુ તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર છે. તો, SBI e-Mudra Loan તમારી મદદ કરી શકે છે. જે વ્યક્તિનું સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા માં બચત ખાતું કે કરન્ટ બેંક એકાઉન્ટ હોય, તો તે SBI માંથી રૂ. 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર છે.

e-MUDRA લોન માટે સૌથી સારી વાત એ છે કે આ લોન લેવા માટે તમારે બેંકશાખામાં જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. SBI પોતાના કસ્ટમરને કોઈપણ ડોક્યૂમેન્ટ વગર ફક્ત મિનીટોમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. આપણે આ આર્ટીકલ How to Apply Mudra Loan in SBI દ્વારા વધુ વિગતવાર માહિતી જાણીશુ.

પ્રધાનમંત્રી મુદ્રા લોન (PMMY) યોજના એ 8 એપ્રિલ, 2015 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસો, બિન-કોર્પોરેટ ને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ લોનને PMMY યોજનાઓ હેઠળ MUDRA લોન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

આ લોન આરઆરબી, સ્મોલ ફાઇનાન્સ બેંક, કોમર્શિયલ બેંકો, MFI અને NBFC દ્વારા આપવામાં આવે છે. લોન લેનાર ઉપર જણાવેલ કોઈપણ બેંક / ધિરાણ સંસ્થાઓનો સંપર્ક કરી શકે છે અથવા www.udyamimitra.in પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

SBI Mudra Loan Online Apply In Gujarati પીએમ મુદ્રા યોજના હેઠળ માત્ર 5 મિનિટમાં 50,000 રૂપિયાની લોન મેળવવા માટે, તમારે તમારા આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જો બેંક એકાઉન્ટ ન ખોલાવેલ હોય તો તમારું બેંક ખાતું ખોલાવવાનુ રહેશે. ખાસ કરીને મોબાઈલ નંબર લિંક કરાવવાનું રહેશે. જેથી તમે OTP મારફત  સરળતાથી વેરિફાય કરી શકાય.

How to Apply Mudra Loan in SBI Overview

યોજના નું નામપ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)
યોજનાની શરૂઆતમાનનીય વડાપ્રધાન દ્વારા બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસો, બિન-કોર્પોરેટ,ને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
યોજનાની શરૂઆત ક્યારે થઈ8 એપ્રિલ, 2015
યોજનાનો ઉદ્દેશ્યોભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
ઑફિશીયલ વેબસાઈટMore Details…
Sbi E mudra loanMore Details…
Home PageMore Details…
How to Apply Mudra Loan in SBI Overview

PMMY યોજનાના નેજા હેઠળ, MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ/ઉદ્યોગસાહસિકની વૃદ્ધિ/વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને વિગતવાર દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ પ્રોડક્ટ્સ યૈયાર કર્યા છે. .

How to Apply Mudra Loan in SBI: ઈ-મુદ્રા લોન ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. જેના માટે તમારી પાસે ઓછામાં ઓછું સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં 6 મહિના જૂનું સેવિંગ કે કર્ન્ટ ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની મુદ્દત 5 વર્ષ હોય છે. જો તમારે 50,000 રૂપિયાથી વધારે લોન લેવા ઈચ્છો છો તો તેના માટે તમારે બેંક શાખામાં જવું પડશે અને બેંકની જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારા જરૂરી દસ્તાવેજ પણ આપવા પડશે અને તમારા ધંધાની વિગત પણ આપવી પડશે.

ઈ-મુદ્રા લોન દ્વારા નાના વેપારીઓ ને એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. પરંતુ તેના માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે.

Also Read : Sarkari Mudran Karcheri Ahmedabad Recruitment 2022 | મેરીટ આધારે સીધી ભરતી

How to Apply Mudra Loan in SBI જરૂર પડશે તમારા આ ડોક્યૂમેન્ટ

50 હજાર રૂપિયાથી વધારેની ઈ-મુદ્રા લોન લેવા માટે અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે:

  • તમારે તમારા બચત ખાતા કે ચાલુ ખાતાની અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ ધંધો કે કારોબાર કરો છો, અને તેનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે.
  • તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવો જરૂરી છે.
  • તેના ઉપરાંત GSTN નંબર અને દુકાન કે ધંધાના પ્રમાણપત્રની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન દસ્તાવેજ પણ બેંકને આપવા પડશે.
  • જો તમે અનામત કેટેગરીમાંથી આવો છો તો જાતિનું પ્રમાણપત્ર પણ આપવું પડશે.
How to Apply Mudra Loan in SBI | Best SBI ઈ મુદ્રા લોન
How to Apply Mudra Loan in SBI | Best SBI ઈ મુદ્રા લોન

How to Apply Mudra Loan in SBI In Gujarati

SBI ના હાલના કસ્ટમર બચત બેંક અથવા ચાલુ એકાઉન્ટ (વ્યક્તિગત) જાળવી રાખતા, 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોનની રકમ માટે અરજી કરી શકે છે. ઑનલાઇન તેમની ઓફીશીયલ વેબસાઇટ પર અથવા SBI ઇ-મુદ્રા લોનની લિંક ઉપર ક્લિક કરીને Sbi e Mudra Loan Apply Online કરી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ. બચત ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે ચાલુ રહેલ હોવું જોઈએ.

  • અન્ય વ્યક્તિ અરજી સબમિટ કરવા માટે SBI ની નજીકની બ્રાંચનો સંપર્ક કરી શકે છે.
  • SBI ઈ-મુદ્રા પોર્ટલની મુલાકાત લઈને અને નીચે જણાવેલ સ્ટેપ અનુસાર અરજી કરી શકાશે.
  • 1. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના અરજી ફોર્મ સિલેક્ટ કરો.
  • 2. SBIની ઓફીશીયલ વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ બટન ઉપર પર ક્લિક કરો.
  • 3. UIDAI દ્વારા ઇ-કેવાયસી માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો એન્ટર કરો, કારણ કે લોન પ્રોસેસ અને વિતરણ માટે E-KYC અને E-sign OTP દ્વારા પૂર્ણ કરવાની જરૂર રહેશે.
  • 4. એકવાર SBIની તમામ પ્રોસેસ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી, અરજદારને એક SMS મળશે જે ઇ-મુદ્રા પોર્ટલ માટેની આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
  • 5. લોન મંજૂર થયાના SMS મળ્યા પછી 30 દિવસની અંદર આ પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે.

How to Apply Mudra Loan in SBI – Contact Details

How to Apply Mudra Loan in SBI – Contact Details

ObjectsLink & Helpline
Mudra Head OfficeSWAVALAMBAN BHAVAN,
C-11, G-BLOCK,
BANDRA KURLA COMPLEX,
BANDRA EAST, MUMBAI – 400 051
Mudra Loan Helpline1800 180 1111
1800 11 0001
SBI Helpline1800 1234
1800 2100
1800 11 2211
1800 425 3800
080-26599990
How to Apply Mudra Loan in SBI – Contact Details

FAQs of How to Apply Mudra Loan in SBI

Mudra Loan in SBI ઓનલાઈન કઇ રીતે કરી શકાય છે?

 Sbi e Mudra Loan Online Apply કરી શકાય છે.

હું SBI માંથી રૂ.50,000 ની લોન કેવી રીતે મેળવી શકું?

SBI પાસેથી સીધી લોન માટે અરજી કરી શકો છો અથવા રૂ 50,000ની રકમની લોન મેળવવા માટે SBI પાસેથી ઈ-મુદ્રા લોન મેળવી શકો છો.

મુદ્રા કાર્ડ શું છે?

મુદ્રા કાર્ડ એક ડેબિટ કાર્ડ છે જેનો ઉપયોગ કુલ મંજૂર લોનમાંથી અમુક ભાગમાં પૈસા ઉપાડવા માટે થઈ શકે છે. વ્યવસાયિક ખરીદી કરવા માટે રકમ ઉપાડવા માટે તેનો ઉપયોગ ડેબિટ-કમ-એટીએમ કાર્ડ તરીકે થશે.

Mudra Loan ની પરત ચૂકવણી માટે કેટલો સમય હોય છે ?

Mudra Loan ની પરત ચૂકવણી માટે સામાન્ય મુદ્દત 12 થી 60 મહિનાની હોય છે.

Mudra Loan મેળવવા કેટલો સમય હોઇ શકે છે ?

Mudra Loan મેળવવા પ્રોસેસિંગ સમય 24 કલાકનો હોય છે.

SBI ઇ-મુદ્રા લોન માટે કોણ અરજી કરી શકે છે?

ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગમાં સંકળાયેલા બિઝનેસ એન્ટરપ્રાઇઝ, સંલગ્ન કૃષિ પ્રવૃત્તિઓ સહિત SBI પાસેથી મુદ્રા લોન માટે અરજી કરી શકે છે.

Mudra Loan મેળવવા માટે શુ કોઈ ઓફલાઈન પધ્ધતિ અમલમાં છે ?

હા, ઘણી બેંકો Mudra Loan મેળવવા માટે ઓફલાઈન સુવિધા આપે છે. તમે સંબંધિત  બેંકની મુલાકાત લઈને બેંકના એક્ઝિક્યુટિવ મળવાનુ રહેશે. જે આમાં તમને સંપૂર્ણ મદદ કરી શક્શે.

Mudra Loan પર વ્યાજદર કેટલો હોય છે.?

RBIની માર્ગદર્શિકા મુજબ મુદ્રા લોન પર વ્યાજબી વ્યાજદર વસુલવામાં આવે છે. અને માસિક 1 ટકા થી વધુ વ્યાજ વસુલવામાં આવતું નથી.

Mudra નું પુરૂ નામ જણાવો ?

Mudra એટલે માઈક્રો યુનિટસ ડેવલેપમેન્ટ &રીફાયનાન્સ એજન્સી (Micro Units Development & Refinance Agency).

 

Last Word  How to Apply Mudra Loan in SBI

How to Apply Mudra Loan in SBI ના આર્ટીકલની સંપૂર્ણ માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લઇ લેવાને ફરજ પાડવી કે લોન આપવાની સલાહ આપવાનો નથી. Sbi e Mudra Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ સલાહકારની ની સલાહ ચોક્કસ લો. મુદ્રા લોનનો લાભ લેવા માટે બેંક કે સંસ્થા દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી લોન લેનારને MUDRA/PMMY ના એજન્ટ કે ફોન કોલ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો SBI E Mudra Loan ને લગતા સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્માં Comment કરીને અથવા Contact Us ઉપર ક્લિક કરી અમને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટીકલ દ્વારા મળેલી જાણકારી તમને ઉપયોગી અને લાગી હોય તો તમારા મિત્રો સુધી જરૂર Share કરશો. મિત્રો તમે તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટીકલને વાંચ્યો તે માટે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર…

2 thoughts on “How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી”

Leave a Comment