Dyso and Dy Mamlatdar Recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા (GPSC ભરતી 2022) એ નાયબ સેક્શન ઓફિસર, નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર (સચિવાલય), મુખ્ય અધિકારી નગરપાલિકા, મદદનીશ વન સંરક્ષક, પશુ ચિકિત્સા અધિકારી, મ્યુનિસીપલ એકાઉન્ટન્ટ વગેરે પોસ્ટ-2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે આ આર્ટીકલની મદદથી અન્ય વિગતો જાણી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, સીલેબસ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટની નિયમિતપણે મુલાકાત લેતા રહો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હજાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૨-૨૩ થી ૧૪/૨૦૨૨-૨૩ થી વગેરે કુલ ૨૬૦ જગ્યાઓ માટે ભરતી કરવા અંગે જાહેરાત પ્રસિધ્ધ કરેલ છે. ઉમેદવારો દ્વારા http://gpsc-ojas.gujarat.gov.in તા. ૧૫/૦૭/૨૦૨૨ (૧૩:૦૦ કલાક) થી તા. ૩૦/૦૭/૨૦૨૨ (બપોરના ૧૩:૦૦) કલાક સુધી મા ઓનલાઇન અરજી કરી દેવાની રહેશે.
GPSC Recruitment 2022 Post
Table of Contents
ક્રમ | જગ્યાનું નામ | કુલ જગ્યાઓ |
૧ ૨ | નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-૩ નાયબ સેક્શન ઓફિસર (સચિવાલય) | ૮૦ |
૩ | ચીફ ઓફીસર વર્ગ -૩ | ૦૮ |
૪ | મદદનીશ વન સંરક્ષક વર્ગ -૨ | ૩૮ |
૫ | પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ | ૧૩૦ |
૬ | મ્યુનિસીપલ એકાઉન્ટન્ટ ઓફીસર વર્ગ -૨ | ૦૪ |
કુલ જગ્યાઓ | ૨૬૦ |
Dyso and Dy Mamlatdar Recruitment 2022 Notification
ગુજરાત જાહેર સેવા આયોગની દ્વારા નાયબ સેક્શન ઓફિસર, નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર (સચિવાલય), મુખ્ય અધિકારી નગરપાલિકા, મદદનીશ વન સંરક્ષક, પશુ ચિકિત્સા અધિકારી, મ્યુનિસીપલ એકાઉન્ટન્ટ ઓફીસરની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે View Notification ઉપર કિલ્ક કરો
ક્રમ | જગ્યાનું નામ | જાહેરાત ક્રમાંક | Notification |
૧ | નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-૩ નાયબ સેક્શન ઓફિસર (સચિવાલય) | GPSC/202223/10 | View Notification |
૨ | ચીફ ઓફીસર વર્ગ -૩ | GPSC/202223/11 | View Notification |
૩ | મદદનીશ વન સંરક્ષક વર્ગ -૨ | GPSC/202223/12 | View Notification |
૪ | પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ | GPSC/202223/13 | View Notification |
૫ | મ્યુનિસીપલ એકાઉન્ટન્ટ ઓફીસર વર્ગ -૨ | GPSC/202223/14 | View Notification |
GPSC Recruitment 2022 Apply Online
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ ૩૦ જુલાઇ ૨૦૨૨ અને સમય બપોરના ૧૩:૦૦ કલાક સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો. યાદ રાખો અરજી કર્યા બાદ જો અરજી માં કોઇ ભૂલ રહી જાય તો જાહેરાત પૂર્ણ થતા પહેલા તેમાં સુધારો કરી શકાશે. તો આ તકનો લાભ જરૂર ઉઠાવો. Dyso and Dy Mamlatdar Recruitment 2022
Also Read : NABARD Recruitment 2022| 170 જગ્યાઓ માટે આ રીતે કરો અરજી.
GPSC Recruitment 2022 Overview
ભરતી કરનાર સત્તાધિકારી | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
જગ્યાનું નામ | નાયબ સેક્શન ઓફિસર, નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર (સચિવાલય), મુખ્ય અધિકારી નગરપાલિકા, મદદનીશ વન સંરક્ષક, પશુ ચિકિત્સા અધિકારી, મ્યુનિસીપલ એકાઉન્ટન્ટ |
કુલ જગ્યાઓ | ૨૬૦ |
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ | ૧૫ જુલાઇ ૨૦૨૨ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૩૦ જુલાઇ ૨૦૨૨ બપોરના (૧૩:૦૦ કલાક) સુધી |
ઓફીશીયલ વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in |
Also Read : Power Grid Corporation Recruitment 2022
GPSC Recruitment 2022 (Dyso and Dy Mamlatdar Recruitment 2022) Educational Qualification
નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-૩ /નાયબ સેક્શન ઓફિસર (સચિવાલય)
ચીફ ઓફીસર વર્ગ – ૩ (Dyso and Dy Mamlatdar Recruitment 2022)
- ભારતની કોઇપણ યુનિવર્સીટી ખાતેની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇએ
મદદનીશ વન સંરક્ષક વર્ગ -૨
- ભારતની કોઇપણ યુનિવર્સીટી ખાતેની સ્નાતકની પદવી નીચેના કોઇપણ એક વિષય સાથે ધરાવતો હોવો જોઇએ.
- (i)Botany, (ii) Chemistry, (iii)Geology, (iv)Mathematics, (v)Physics, (vi)Statistics, (vii)Zoology, (viii) Microbiology, (ix)Biotechnology, (x)Bio-chemistry, (xi)Environmental science, (xii)Animal Husbandry and Veterinary Science, (xiii)Agriculture, (xiv)Forestry, (xv)Horticulture, (xvi)Engineering/Technology,
પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨
- ભારતની કોઇપણ યુનિવર્સીટી ખાતેની નીચે દર્શાવેલ પદવી પૈકી કોઇ એક ધરાવતો હોવો જોઇએ.
- Veterinary Science and Animal Husbandry (BVSc & AH)
અથવા
- Veterinary Science
અથવા
- Animal Husbandry (BVSc or AH)
Also Read : ONGC recruitments 2022 : ONGCમાં જુનિયર કન્સલ્ન્ટની ભરતી
મ્યુનિસીપલ એકાઉન્ટન્ટ ઓફીસર વર્ગ -૨
- ભારતની કોઇપણ યુનિવર્સીટી ખાતેની નીચે દર્શાવેલ પદવી પૈકી કોઇ એક ધરાવતો હોવો જોઇએ.
- Chartered Accountant અથવા Cost and Works Accountant અથવા Company Secretary
અથવા
- Master degree in Business Administration (MBA) or Master of Computer Application (MCA) or Master of Commerce (M.com) or Master of Science (M.sc) (in Mathematics/Statistics), or Master of Arts (M.A) (in Statistics/ Economics/Mathematics)
Dyso and Dy Mamlatdar Syllabus and Exam Pattern
- નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-૩ /નાયબ સેક્શન ઓફિસર (સચિવાલય) અને ચીફ ઓફીસર વર્ગ – ૩ ની પરીક્ષા બે તબ્બકામાં યોજવવામાં આવશે.
- પ્રાથમિક કસોટી
- મુખ્ય પરીક્ષા
- પ્રાથમિક કસોટીનુ (Preliminary Exam) પ્રાથમિક કસોટીનું પ્રશ્ન પત્ર ૨૦૦ ગુણ અને ૨ કલાકના સમય માટે રહેશે.
- મુખ્ય પરીક્ષાન અભ્યાસ ક્રમમાં કુલ ૪ પેપર હશે.
ક્રમ | વિષય | કુલ ગુણ | સમય |
પ્રશ્નપત્ર-૧ | ગુજરાતી ભાષા | ૧૦૦ ગુણ | ૦૩:૦૦ કલાક |
પ્રશ્નપત્ર-૨ | અંગ્રેજી ભાષા | ૧૦૦ ગુણ | ૦૩:૦૦ કલાક |
પ્રશ્નપત્ર-૩ | સામાન્ય અભ્યાસ-૧ | ૧૦૦ ગુણ | ૦૩:૦૦ કલાક |
પ્રશ્નપત્ર-૪ | સામાન્ય અભ્યાસ-૨ | ૧૦૦ ગુણ | ૦૩:૦૦ કલાક |
GPSC Recruitment 2022 How to Apply (Dyso and Dy Mamlatdar Recruitment 2022)
- સૌ પ્રથમ GPSC –OJAS ની મુલાકાત લો Click Here
- Apply Online ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ તમને જાહેરાતની યાદી જોવાશે.
- તમે જે જાહેરાત ની ભરતીનુ ફોર્મ ભરવા માંગતા હોવ તેની સામે આમેલ Apply બટન પર ક્લિક કરો
- જો તમે ઝ્ડપથી ફોર્મ ભરવા માંગતા હોવ તો Apply With OTR બટન પર ક્લિક કરી ફોર્મ ભરી શક્શો. જો તમે OTR થી ફોર્મ ન ભરવા માંગતા હોય તો Skip બટન કરી ફોર્મ ભરી શકો છો.
- ફોર્મની વિગતો શાંતિથી ભરો અને સબમીટ કર્યુઆ બાદ તમે જો સામાન્ય કેટેગરીના ઉમેદવાર હોય તો જરૂરી ફી ભરી ફોર્મ ની પ્રિંટ આઉટ મેળવી લો
FAQ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ૨૬૦ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ ૨૦૨૨ છે
DySo અને નાયબ મામલતદારનુ પગાર ધોરણ કેટલું હોય છે.
DySo અને નાયબ મામલતદારનુ પગાર ધોરણ પાંચ વર્ષ માટે માસિક ૩૮૦૩૩/- હોય છે.
5 thoughts on “Dyso and Dy Mamlatdar Recruitment 2022 GPSC | સુપર કલાસ–૩ બનવાની તક”