Career in Jewelry designing : એક વ્યવસાય તરીકે Fashion Trends, નવી પેટર્ન, ડિઝાઇનને એક્સપ્લોર કરવી એ Jewelry designer ની જવાબદારી છે. આ ક્ષેત્રમાં ઉમેદવારની કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિ ખૂબ મહત્વ ધરાવે છે.
Jewelry designing : વિવિધ પ્રકારની Jewelry designની માંગ હંમેશાથી રહી છે, (Fashion Trends) એક વ્યવસાય તરીકે તેમાં રોજેરોજ ફેશનમાં નવી પેટર્ન લાવવી, નવા ટ્રેન્ડ્સ, ડિઝાઇનને એક્સપ્લોર કરવી એ જ્વેલરી ડિઝાઇનરની મહત્વની જવાબદારી છે.(Career in Jewelry Designing) હાલમાં, ફેશન અને નવા ટ્રેન્ડની શોધમાં જ્વેલરી ડિઝાઈનીંગમાં યુવાનો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. (Jewelry start Up) આ ક્ષેત્ર એક મહત્વની કારકિર્દી તરીકે ઝડપથી વિકસી રહ્યુ છે. નોકરી સિવાય, જો તમે તમારું પોતાનું start Up શરૂ કરો છો, તો તમે આ વ્યવસાય (Jewelry designer) દ્વારા લાખોની કમાણી કરી શકો છો.
What is a Jewelry designing
Jewelry designing નવી પેટર્ન અને Trending design સાથે જ્વેલરી બનાવે છે. જ્વેલરી ડિઝાઈનરનું કામ આ ઘરેણાંને નવી સ્ટાઈલ અને New Pattern આપવાનું છે. આ ફિલ્ડમાં Silver, Gold, Platinum ઉપરાંત છીપ (Oyster), મોતી (the pearl), પથ્થર, લાકડું, હાથીદાંત (Ivory) જેવી વસ્તુઓથી નવા ટ્રેન્ડની stylish જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આજકાલ Paper Jewelry Trend પણ ઘણો ચાલી રહ્યો છે, જે આ ફીલ્ડનો (Jewelry designing course) એક ભાગ છે.
Also Read : RCFL Recruitment 2022 : એપ્રેન્ટીસની 396 જગ્યાઓ
Qualification for Jewelry designing
જ્વેલરી ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવવા માટે ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલુ હોવું જરૂરી છે. આ ફિલ્ડ 10 ધોરણ 10 પછી પણ કારકિર્દી બનાવવાની તક આપે છે. ધોરણ 10 પછી તેમાં કારકિર્દી બનાવવા માટે શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો. Advance Career બનાવવા ધોરણ 12 પછી એપ્ટિટ્યુડ ટેસ્ટ (Aptitude Test) અથવા એન્ટ્રન્સ એક્ઝામ (Entrance Exam) માં ભાગ લેવો પડશે.

Jewelry designing Course Details
જ્વેલરી ડિઝાઇનિંગમાં કરિયર બનાવવા માટે તમે સર્ટિફિકેટ (Certificate), ડિપ્લોમા (Diploma), ડિગ્રી (Degree) જેવા કોર્ષ કરી શકો છો.
- જ્વેલરી ડીઝાઇન માટે સર્ટિફિકેટ કોર્સ (Certificate Course in Jewelry Designs)
- બેઝિક જ્વેલરી ડિઝાઇન (Basic Jewelry Designs)
- CAD- જેમ્સ & જ્વેલરી (Gems & Jewelry)
જ્વેલરી ડિઝાઇનમાં ડીગ્રી કોર્ષ
- B.Sc જ્વેલરી ડિઝાઇન (B.Sc in Jewelry Design)
- બેચલર ઓફ જ્વેલરી ડિઝાઇન(Bachelor of Jewelry Design)
- બેચલર ઓફ એસેસરીઝ ડિઝાઇન (Bachelor of Accessories Design)
જ્વેલરી ડીઝાઇન માટે ડિપ્લોમા કોર્સ (Diploma Course in Jewelry Designs)
- જ્વેલરી ડિઝાઇન & જેમોલોજી ડિપ્લોમા (Jewelry Designs & Gemology Diploma)
- CAD એડવાન્સ જ્વેલરી ડિઝાઇન (Advance Jewelry Designs)
- જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ( Jewelry Manufacturing)
What you learn during the course
ઉમેદવારની કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિ આ ક્ષેત્રેમાં ખૂબ મહત્વ ધરાવે છે. અભ્યાસ દરમિયાન ડિઝાઇન થીમ (Design Theme), પ્રેઝન્ટેશન (Presentation), કોસ્ચ્યુમ (Costume), કલર કોમ્બિનેશન (Color Combination), ફ્રેમિંગ (Framing), જેવી બાબતો શીખવવામાં આવે છે.
Also Read : શું તમે 12 પાસ છો? આ ક્ષેત્રમાં અપ્લાય કરી બનાવો ઉજ્જવળ કારકિર્દી
Required Skills
જ્વેલરી ડિઝાઇન માટે, CAD, Auto CAD, 3D Studio, Corel Draw, Photoshop, Illustrator જેવા Software નું જ્ઞાન હોવું જરૂરી છે, જે જ્વેલરી ડિઝાઇનમાં મદદ કરે છે.
Major Institutes in india for Jewelry Designs
જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, મુંબઈ.
- Website : Gemological Institute of India, Mumbai.
સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ.
- Website : St. Xavier’s College, Mumbai.
જેમસ્ટોન્સ આર્ટીસન્સ ટ્રેનિંગ સ્કૂલ, જયપુર.
- Website : Gemstones Artisans Training School, Jaipur.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમોલોજી, નવી દિલ્હી.
- Website : Indian Institute of Gemology, New Delhi.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, જયપુર.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, નવી દિલ્હી.
ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ, નોઇડા.
એસએનડીટી યુનિવર્સિટી, મુંબઈ.
Employment opportunities Jewelry Designs
- જ્વેલરી ડિઝાઈનનો કોર્સ કર્યા બાદ તેમાં કરિયર બનાવવાનો ઘણી તક છે. તમે કોર્ષ પૂર્ણ કર્યા પછી જ્વેલરી ડિઝાઇનર તરીકે પ્લેસમેન્ટ લઈ શકો છો. એક્સપોર્ટ હાઉસ (Export House), મેન્યુફેક્ચરિંગ હાઉસ Manufacturing House, ફેશન હાઉસ (Fashion House), જ્વેલરી શોરૂમ (Jewelry Showroom) જેવી જગ્યાએ કામ કરી શકો છો.
- જો તમે નોકરી કરવા નથી માંગતા તો આ ફિલ્ડમાં Business ની અપાર શક્યતાઓ છે. તમે પોતાનું બિઝનેસ શરૂ કરીને તમારો પોતાનો વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો. તમે તમારા બિઝનેસમાં એક્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ (Manufacturing Unit) ખોલી ખૂબ આગળ વધી શકો છો.
- ફ્રીલાન્સર (Freelancer) તરીકે પણ આ ક્ષેત્રમાં કરિયરને નવી દિશા આપી શકાય છે. ફ્રીલાન્સર તરીકે ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ (Full time and Part time) જોડાઈને સારી કમાણી કરી શકો છો.
Salary
જ્વેલરી ડિઝાઈનિંગના ફીલ્ડમાં ટ્રેનર (Trainer) તરીકે, શરૂઆતમાં કોઈ કંપનીમાં જોડાઈને, અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત જ કંપનીમાં દર મહિને 8 થી 10 હજાર રૂપિયા કમાઈ શકાય છે. કાયમી નોકરીમાં આવ્યા બાદ 20 થી 25 હજાર રૂપિયા પ્રતિ મહિને પગાર મળી શકે છે. જેમ જેમ કારકિર્દી આગળ વધે છે તેમ તેમ થોડા વર્ષો પછી પગાર લાખ સુધી પહોંચી શકે છે.
અક્ષય કુમાર