Ashram Shala Recruitment 2022 : દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકની આશ્રમ શાળાઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરી છે. રસ ધરાવતા અને જરૂરીયાત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી લેખિત અરજી રજીસ્ટર પોસ્ટ એડી મારફત અરજીઓ મંગાવવામાં આવી છે. દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ માં તમામ પ્રમાણીત દસ્તાવેજો સહિત અરજી કરવા કહેવામાં આવ્યુ છે.
પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત આશ્રમશાળાઓ, માધ્યમિક આશ્રમશાળા સેવાનીઆ, આદિવાસી આશ્રમ શાળા દુધિયા તથા શ્રી સામંતસિંહ મેડા આદિવાસી આશ્રમશાળા સેવાનીઆ માટે નીચે મુજબની જગ્યાઓ માટે દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ માં અરજીઓ મંગાવેલ છે.
Ashram Shala Recruitment 2022 Notification
આશ્રમશાળા દ્વારા વિવિધ શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સદર જાહેરાત તા. ૧૬/૦૭/૨૦૨૨ ના રોજ દૈનિક વર્તમાન પત્ર સંદેશ (સુરત) માં પ્રકાશિત થયેલ. જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ માં એટલે કે તા. ૩૦/૦૭/૨૦૨૨ સુધી માં રજીસ્ટર પોસ્ટ એડી મારફત જે તે શાળામાં અરજી મળી જાય છેલી તારીખ સુધી મળી જાય તે રીતે અરજી કરી દેવાની રહેશે. અર્જી મળ્યા બાદ લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ શિક્ષક તરીકે નિમણૂક આપવામા આવશે. યાદ રાખો આશ્રમશાળામાં પસદગી થયેથી ૨૪ કલાક આશ્રમ શાળા ખાતે હાજર રહી નોકરી કરવાની રહેશે.
Ashram Shala Recruitment 2022 Application Form pdf
લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા પોતાના સ્વ હસ્તાક્ષરમાં સાદા કાગળ પર અરજી લખવાની રહેશે. તેમજ અરજી સાથે જરૂરી લાગે તો Bio-Data, તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો અને માર્કશીટ, જો અનુભવ ધરાવતા હોવ તો અનુભવનો દાખલો વગેરે દસ્તાવેજો જોડી રજીસ્ટર પોસ્ટ એડી મારફત નીચે કોષ્ટકમાં જણાવેલ જે જગ્યા માટે તમે અરજી કરવા ઇચ્છા ધરાવતા હોવ તે આશ્રમ શાળાના આચાર્યશ્રીને સંબોધીને અરજી કરવાની રહેશે.
Ashram Shala Recruitment 2022 Overview
શાળા /સંસ્થાનુ નામ | માધ્યમિક આશ્રમશાળા સેવાનીઆ, આદિવાસી આશ્રમ શાળા દુધિયા તથા શ્રી સામંતસિંહ મેડા |
કુલ જગ્યાઓ | 5 |
જગ્યાનુ નામ | શિક્ષણ સહાયક |
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ | ૧૬ જુલાઇ ૨૦૨૨ |
છેલ્લી તારીખ | ૩૦ જુલાઇ ૨૦૨૨ |
અરજી કરવાનુ માધ્યમ | ઓફલાઇન – રજીસ્ટર પોસ્ટ એડી. મારફત |
નોકરીનુ સ્થળ | સેવાનીઆ અને દુધિયા જિ. દાહોદ |
ઓફીશીયલ વેબસાઇટ | https://comm-tribal.gujarat.gov.in |
Also Read : Power Grid Corporation Recruitment 2022

Ashram Shala Recruitment 2022 Document List
- સ્વહસ્તાક્ષરે લખેલ અરજી
- બયોડેટા (જરૂર લાગે તો)
- ધોરણ ૧૦ ની માર્કશીટ
- ધોરણ ૧૨ ની માર્કશીટ
- બી.એ (સ્નાતક) ની માર્કશીટ
- બી.એડ ની માર્કશીટ
- એમ.એ (અનુસ્નાતક) ની માર્કશીટ (જો હોય તો)
- TAT ની માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- કોમ્પ્યુટરની જાણકારી અંગેના પ્રમાણપત્રો
- ૧ પાસપોર્ટ સાઇઝનો ફોટો
- અનુભવનો દાખલો (જો હોય તો)
- અન્ય લાયકાતના પ્રમાણપત્રો
Also Read : NABARD Recruitment 2022
Ashram Shala Recruitment 2022 Educational Qualification
ક્રમ | આશ્રમશાળાનું નામ અને અરજી કરવાનુ સરનામુ | જગ્યાનું નામ | અનામત જાતિ | લાયકાત | વિષય |
૧ | આચાર્યશ્રી, માધ્યમિક આશ્રમશાળા સેવાનીઆ મુ. દેવગઢ બારીઆ જિ. દાહોદ | શિક્ષણ સહાયક | અનુસુચિત જનજાતિ | B.A B.Ed TAT -1 માધ્યમિક | અંગ્રેજી |
૨ | આચાર્યશ્રી, માધ્યમિક આશ્રમશાળા સેવાનીઆ તા. દેવગઢ બારીઆ જિ. દાહોદ | શિક્ષણ સહાયક | OBC (મહિલા) | B.A B.Ed TAT -1 માધ્યમિક | સંસ્કૃત |
૩ | આચાર્યશ્રી, આદીવાસી આશ્રમશાળા દુધીયા તા. લીમખેડા જિ. દાહોદ | શિક્ષણ સહાયક | બિન અનામત | B.Sc B.Ed TAT -1 માધ્યમિક | ગણિત વિજ્ઞાન |
૪ | આચાર્યશ્રી, આદીવાસી આશ્રમશાળા દુધીયા તા. લીમખેડા જિ. દાહોદ | શિક્ષણ સહાયક | બિન અનામત | B.A B.Ed TAT -1 માધ્યમિક | અંગ્રેજી |
૫ | આચાર્યશ્રી, માધ્યમિક આશ્રમશાળા સેવાનીઆ મુ. દેવગઢ બારીઆ જિ. દાહોદ | શિક્ષણ સહાયક | EWS | B.A B.Ed TAT -2 માધ્યમિક (ઉચ્ચ પ્રાથમિક) | અંગ્રેજી |
FAQ
Ashram Shala Recruitment સેવાનીયા અને દુધિયા ની કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
Ashram Shala Recruitment સેવાનીયા અને દુધિયા ની ૦૫ (પાંચ) જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
Ashram Shala Recruitment સેવાનીયા અને દુધિયા ની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે
Ashram Shala Recruitment સેવાનીયા અને દુધિયા ની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૭/૨૦૨૨ છે
મધ્યમિક શિક્ષણ સહાયકનુ પગાર ધોરણ કેટલું હોય છે.
મધ્યમિક શિક્ષણ સહાયકનુ પગાર ધોરણ પાંચ વર્ષ માટે માસિક ૩૧૩૪૦/- હોય છે.