7th Pass Government Job 2023 : શું તમે પણ જોબની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ધોરણ 7 પાસ માટે ગુજરાતમાં જ સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ ને શેયર કરજો.
7th Pass Government Job 2023 | 7th Pass Sarkari Naukari
સંસ્થાનું નામ | વાપી નગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોટિફિકેશનની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://vapimunicipality.com |

મહત્વની તારીખ:
દોસ્તો, આ ભરતીની સૂચના 15 જુલાઈ 2023 ના રોજ વાપી નગરપાલિકા ઘ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની ની તારીખ 15 જુલાઈ 2023 છે જયારે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે.
પોસ્ટનું નામ:
વાપી નગરપાલિકા દ્વારા ક્લાર્ક, વોલમેન,વાયરમેન, મુકાદમ, માળી, ફાયરમેન,મેલેરિયા વર્કર, ફાયર ઓફિસર તથા સમાજ સંગઠકની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
7th Pass Government Job 2023
વાપી મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી કર્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલા કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ક્લાર્ક | રૂપિયા 19,900 થી 63,200 |
વોલમેન | રૂપિયા 14,800 થી 47,100 |
વાયરમેન | રૂપિયા 15,700 થી 50,000 |
મુકાદમ | રૂપિયા 15,000 થી 47,100 |
મેલેરિયા વર્કર | રૂપિયા 19,900 થી 63,200 |
ફાયરમેન | રૂપિયા 15,700 થી 50,000 |
માળી | રૂપિયા 14,800 થી 47,100 |
ફાયર ઓફિસર | રૂપિયા 29,200 થી 92,300 |
સમાજ સંગઠક | રૂપિયા 25,500 થી 81,100 |
Also Read: 10th Pass Driver Recruitment:
લાયકાત:
વાપી નગરપાલિકાની આ ભરતીમાં કઈ પોસ્ટ પર જરૂરી લાયકાત શું છે તેની માહિતી નીચે આપેલા કોષ્ટકમાં તમે જોઈ શકો છો. લાયકાત ને સંબંધિત વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર વાંચી લેવી.
પોસ્ટનું નામ | લાયકાત |
ક્લાર્ક | ધોરણ-12 પાસ તથા અન્ય |
વોલમેન | ધોરણ-10 પાસ તથા અન્ય |
વાયરમેન | ધોરણ-10 પાસ તથા અન્ય |
મુકાદમ | ધોરણ-07 પાસ તથા અન્ય |
મેલેરિયા વર્કર | ધોરણ-12 પાસ તથા અન્ય |
ફાયરમેન | ધોરણ-12 પાસ તથા અન્ય |
માળી | ધોરણ-07 પાસ તથા અન્ય |
ફાયર ઓફિસર | કોઈપણ સ્નાતક તથા અન્ય |
સમાજ સંગઠક | એમ.એસ.ડબલ્યુ તથા અન્ય |
પસંદગી પ્રક્રિયા:
વાપી નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ જે તે તારીખે પ્રેક્ટિકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી જાણવા માટે સત્તાવાર જાહેરાત જરૂર વાંચી લેવી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :-
જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છો છો તો તમારે નીચે આપેલા ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
- CCC સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડિગ્રી
- ફોટો
- તથા અન્ય
Also Read: Deesa Nagarpalika Recruitment 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચકાસો.
- હવે વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vapimunicipality.com/ પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા print કાઢી લો.
- હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી document જોડી દો.
- આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.
કુલ ખાલી જગ્યાઓ:
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ક્લાર્કની 06, વોલમેનની 02, ફાયરમેનની 05,માળીની 01, મુકાદમની 06, મેલેરિયા વર્કરની 01, વાયરમેનની 01, ફાયર ઓફિસરની 01 તથા સમાજ સંગઠકની 01 જગ્યા ખાલી છે.